વરસાદી માહોલ વચ્ચે કાઉન્સિલરોનો પ્રવાસ| કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળ્યું

2022-07-18 18

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદ બાદ હવે ઠેર-ઠેર રસ્તાઓમાં ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને રોગચાળો પણ માથું ઊંચકી રહ્યો છે. એવામાં અમદાવાદના કાઉન્સિલરો માટે કેવડિયાના પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે. બીજી તરફ આજે કોંગ્રેસના ધારાસભ્યો સુખરામ રાઠવાની આગેવાનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા.